રંગ દ્રષ્ટિ ઉણપ નો અર્થ એ છે કે તમે ચોક્કસ રંગો જોવા માટે અસમર્થ છો. વિવિધ પ્રકારની ઉણપ હોય છે ઉદાહરણ તરીકે, તમે લાલ રંગથી લીલા (Red-Green) અથવા વાદળીથી પીળા (Blue-Yellow) રંગનો ભેદ કહી શકતા નથી. લાલ લીલા રંગની ઉણપ (Red-Green Deficiency) સૌથી સામાન્ય સ્વરૂપ છે.
આપણી આંખના પડદા પરની વિશિષ્ટ કોશિકાઓ દ્વારા જુદા જુદા રંગ જોવા મળે છે. બે પ્રકારની કોશિકાઓ છે, જેને દંડ કોષો (RODS) અને શંકુ કોષો (CONES) કહેવાય છે. Cones રંગ દ્રષ્ટિ સાથે સંબંધિત છે ત્રણ પ્રકારના શંકુ કોષો છે: લાલ શંકુ, વાદળી શંકુ અને લીલા શંકુ.
રંગ દ્રષ્ટિ ઉણપ 12 પુરુષોમાંથી 1 અને લગભગ 200 સ્ત્રીઓમાંથી 1ને અસર કરે છે. તે પુરૂષોમાં વધુ સામાન્ય છે કારણ કે મોટા ભાગના લાલ-લીલા રંગ દ્રષ્ટિની ઉણપના જીન્સ X રંગસૂત્ર પરના જીન પર આવેલ હોય છે.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
Where healthy eyes and confident smiles come together.
Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.
Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.
Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.
Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.