ફ્લોટર્સ – ફ્લેશીસ (Floaters - Flashes)

ફ્લોટર્સ – ફ્લેશીસ (Floaters - Flashes)

ફ્લોટર્સ (Floaters) શું છે?

  • ફ્લોટર્સ આંખોની આગળ ગ્રે અથવા કાળી રેખાઓ, અથવા "કોબ્વેબ્સ" તરીકે દેખાય છે. તે આંખોની હલનચલન ને અમુક અંશે અનુસરે છે.
  • ફલોટર્સ આંખની અંદરની જેલમાં કોષોના ઝુંડ અથવા અમુક પદાર્થને કારણે થાય છે.ફ્લોટર્સ રેટિના પર પડછાયા કરે છે અને વાસ્તવમાં તમે જુઓ છો તે ફ્લોટરની છાયા છે. ફ્લોટર્સ વિવિધ કારણો હોઈ શકે છે, કેટલાક ગંભીર હોય છે અને કેટલાક ગંભીર હોતા નથી.

ફ્લેશીસ (Flashes) શું છે?

ફ્લેશીસ એ પ્રકાશની સંવેદના છે, જ્યારે પ્રકાશ ખરેખર ત્યાં હોતો નથી. તેઓ ઘણા નાના તેજસ્વી લાઇટ (જેમ કે "સ્પાર્કલર્સ") અથવા આકાશી વીજળીના ચમકારા જેવા હોય છે. તેઓ એક ક્ષણ કે તેથી વધુ સમય માટે રહે છે. તેઓ આંખના ચળવળ અથવા ડાર્ક રૂમમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે.

આધાશીશી કે માથાનો દુઃખાવો ધરાવતા કેટલાક લોકો જુદા પ્રકારના ફ્લેશનો અનુભવ કરી શકે છે.

શું ફ્લોટર્સ કે ફ્લેશીસ ગંભીર સમસ્યા છે?

ફ્લોટર્સ ઘણા લોકોને હોય છે જે ફ્લોટર્સ તમને ઘણા વર્ષોથી હતા અને તેમાં થોડો ઘણો ફેરફાર થાય છે તે ગંભીર નથી પરંતુ જ્યારે અચાનક જ નવાફ્લોટર્સ બને છે કે એકદમથી જ તેની સંખ્યામાં વધારો થાય છે તે ગંભીર છે.

નવી ફ્લેશ દેખાવી પણ એટલી જ ગંભીર છે જેને પણ અચાનક જ નવા flashes કે floaters થાય છે એમણે આંખના ડૉક્ટર પાસે જલદી તપાસ કરાવવી જોઈએ આવા સંજોગોમાં આંખના ડોક્ટર આંખમાં ટીપાં નાખીને આંખની કીકી પહોળી કરીને આંખનો પડદો તથા આંખની જેલી ની તપાસ કરે છે.

ફ્લોટર્સ કે ફ્લેશીસ ની સારવાર

  • ફ્લેશીસ તેની જાતે થોડા દિવસો કે અઠવાડિયા માં જતા રહે છે પરંતુ તમારી આંખની તપાસ કરાવવી જરૂરી છે.
  • ફ્લોટર્સ મહદંશે ફ્લેશીસ કરતા વધારે સમય રહે છે તેને જતા અમુક અઠવાડિયા કે મહિનાઓ પણ લાગે છે અને ઘણી વખત તે સંપૂર્ણપણે જતા રહેતા નથી. મહદંશે આપણે તેને અવગણવાનું શીખી લઈએ છીએ.
  • જો તમને ફ્લોટર્સ કે ફ્લેશીસ સાથે પડદામાં કાણું પડ્યું હોય કે પડદો ખસી ગયો હોય તો તમારે તેના માટે લેઝર કે પડદા ની સર્જરી કરવાની જરૂર પડી શકે છે.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Considering treatment? Read about Retina Treatment at Sadbhaav or book a consultation.

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — first AIIMS-trained ophthalmologist practicing in Ahmedabad. Read full credentials & experience or view his 28 publications on ResearchGate.

Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.