સૂકી આંખો (Dry Eyes)

સૂકી આંખો (Dry Eyes) શું છે?

સૂકી આંખો એ આંખની એક એવી સ્થિતિ છે જે કોઈને પણ અસર કરી શકે છે. તેમાં તમને તમારી આંખો સૂકી અનુભવાય છે તથા તેમાં ખંજવાળ આવતી હોવાનું અનુભવાય છે.

સૂકી આંખો (Dry Eyes) ના લક્ષણો કયા છે.?

  • આંખની સામાન્ય લાલાશ
  • આંખમાં થાક લાગવો
  • ધૂંધળી દ્રષ્ટિ
  • આંખમાંથી વધુ પડ્તું પાણી આવવો
  • આંખ બળતી હોવાનો ભાસ
  • આંખ સૂકી હોવાનો ભાસ
  • ખંજવાળ આવવી
  • આંખમાં રજકણ જેવો બાહ્યપદાર્થ હોવાનો ભાસ થવો

સૂકી આંખો (Dry Eyes) કેમ થાય છે?

સામાન્ય રીતે આંસુનુ પડ (Tear Film) આપણી આંખોને ભીનાશ તથા ચીકાશ યુક્ત રાખે છે. આંસુની ઊણપને કારણે તથા આંસુના પડની અશુધ્ધતાને કારણે સૂકી આંખો થઈ શકે છે.

સૂકી આંખોથી કેવી રીતે બચવું જોઈએ?

  • આંખની નિયમિત તપાસ કરાવવી જોઈએ.
  • સૂર્યના તડકાથી આંખને બચાવવી જોઈએ.
  • તમારી આંખોને આરામ આપવો જોઈએ.
  • આંખોને ભીનાશયુક્ત રાખવી જોઈએ. આ માટે આંખને નિયમિત રીતે પાણીથી ધોવી જોઈએ તથા નિયમિત પટપટાવી જોઈએ.
  • ખોરાકમાં ઓમેગા-૩ ફેટી એસિડ, નારીયેળ પાણી, એલોવેરાનો વપરાશ કરવો જોઈએ

સૂકી આંખો થવાનું જોખમ કોને રહે છે?

  • કોઈ પણ વ્યક્તિ કે જે નિયમિત રીતે એર-કન્ડિશ્ન્ડ રુમમાં બેસે છે.
  • કોઈ પણ વ્યક્તિ કે જે ટેલીવિઝન કે ક્મ્પ્યુટર લાંબા સમય સુધી વાપરે છે.
  • કોઈ પણ વ્યક્તિ કે જે નિયમિત રીતે કોન્ટેક્ટ લેન્સ વાપરે છે.
  • કોઈ પણ વ્યક્તિ કે જે નિયમિત રીતે બાઈક-સ્કુટર ચલાવે છે.
  • કોઈ પણ વ્યક્તિ કે જે નિમ્નલિખિત દવાઓ વાપરે છેઃ એન્ટિ-હાયપરટેન્સિવ, એન્ટિ-એલર્જીક, પેઈનકીલર, એન્ટિ-ગ્લુકોમા
  • કોઈ પણ વ્યક્તિ કે જેણે આંખની કોઈ સર્જરી કરાવી હોય.
  • કોઈ પણ વ્યક્તિ કે જેને ડાયબિટિસ, હાયપરટેન્સન, આર્થરાઈટીસ, આંખની એલર્જી કે ગ્લુકોમા જેવી બીમારી હોય.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — first AIIMS-trained ophthalmologist practicing in Ahmedabad. Read full credentials & experience.


Dedicated for your Smile till your Eyes Shine

We put the smile on your face and the sparkle in your eyes..

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many Eye Camps in Africa and Does visit yearly for the same.