જે બાળકોને ચશ્માાના માયોપિયા (માઇનસ) નંબર છે તેમના માટે Atropine 0.01% ટીપાં ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત તેમાં Atropine ની માત્રા ખુબજ ઓછી હોવાથી તે હાનીકર્તા નથી.
Atropine ની માત્રા 1% વધુ અસરકારક હોય છે પણ આ માત્રામાં તે અમુક રીતે હાનીકર્તા છે જેમકે તે આ માત્રામાં પ્રકાશથી સંવેદનશીલતા કરે છે તેમજ નજીકની દ્રષ્ટિને પણ અસર કરે છે.Atropine 0.01% બાળકો માટે તેટલુંજ અસરકારક છે તથા ઉપર મુજબની હાનિકારક અસર કરતા નથી.
ATOM2 study of 2012 (Chia et al.): આ સંશોધન અનુસાર હા સંશોધન અનુસાર Atropine ટીપાં અલગ-અલગ માત્રામાં બાળકોમાં નાખવામાં આવ્યા હતા. ત્રણ વર્ષના સંશોધન પછી 0.01 માત્રામાં સૌથી ઓછી હાનિકર્તા અસરો જોવા મળી હતી અને તેથી જ આ માત્રાનો અત્યારે સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.
સદભાવ ક્લિનિકમાં અમે અમારા દરેક માયોપિયા ના દર્દીને Preventive Medicine નો કન્સેપ્ટ સમજાવીએ છીએ. આ કન્સેપ્ટ અનુસાર આપણે જો નાની ઉંમરથી જ આ પ્રકારના ટીપાંઓનો યોગ્ય માટે ઉપયોગ કરીએ તો આપણા ચશ્માના નંબર ની વધતી માત્રા અટકે છે અને તેને કારણે મમાયોપિયાથી આંખમાં થતા નુકસાન જેવા કે આંખના પડદાને નુકસાન, આંખ નો પડદો ખસી જવો, નજર ઓછી થઈ જવી વગેરે અટકાવી શકાય છે.
Atropine 0.01% એ માયોપિયાની એક નવી જ સારવાર છે. બજારમાં Atropine 1.0% માત્રામાં બહુ જ સરળતાથી મળે છે. પરંતુ આ માત્રામાં વાપરવાના કારણે આપણી આંખની કીકી પહોળી થઇ જાય છે, આપણને નજીકનું ઝાખું દેખાય છે, પ્રકાશ સંવેદનશીલતા વધી જાય છે અને ઘણી વખત શરીરમાં આ ટીપાંનું પ્રમાણ વધવાને કારણે બીજી બધી પણ શારીરિક તકલીફ થઈ શકે છે પરંતુ સંશોધન અનુસાર જો આ ટીપા ૦.૦૧% એટલી માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો એ બહુ જ ઓછી રીતે નુકસાન કરે છે.
તો સૌ પ્રથમ તો તમારે જોવું જોઈએ કે તમે યોગ્ય માત્રામાં જ ટીપાનો ઉપયોગ કરી રહ્યા છો કે નહી.
આ ટીપાં બાળકોની કિકીના કદ તેમજ તેમની નજીકની જોવાની ક્ષમતા ને થોડીક વાર માટે અસર કરી શકે છે તથા તે થોડાક થોડીક બળતરા ઉત્પન્ન કરી શકે છે આજ કારણે આ ટીપા જ્યારે બાળક સૂવાનું હોય એની થોડીક વાર પહેલાં જ મૂકવા જોઈએ.
આપણી આંખની આંખનો પૂરેપૂરો વિકાસ થઈ જાય ત્યાં સુધી આ ટીપા વાપરવા જોઈએ. આપણી આંખ નો વિકાસ ૨૦-૨૧ વર્ષની ઉંમર સુધી થતો હોય છે એટલે તમારા ટીપા શરૂ કર્યા હોય ત્યારથી લઈને તમારી ઉંમર વીસ એકવીસ વર્ષની થઈ જાય ત્યાં સુધી આ ટિપાનો ઉપયોગ કરવો જોઈએ.
અત્યારે આ ટિપાનો ૬ થી ૨૧ વર્ષના બાળકો માટે ઉપયોગ કરવામાં આવે છે
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
Where healthy eyes and confident smiles come together.
Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.
Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.
Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.
Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.