ઝામર/ કાળો મોતિયો/ ગ્લુકોમા (Glaucoma)
Glaucoma ને આપણી ગુજરાતી ભાષામાં “ઝામર” કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં “કાળો મોતિયો” શબ્દ વધુ પ્રચલિત છે.
ઝામર એ આંખની લાંબાગાળાની બિમારી છે જેમાં આંખની નસને નુકસાન થાય છે અને તે ધીરેધીરે નબળી પડીને સુકાઈ જાય છે. આંખની નસ આંખમાંથી દ્ર્શ્યને મગજ સુધી લઈ જવાનું કાર્ય કરે છે.
આપણી આંખનો આકાર જાળવી રાખવા માટે પ્રમાણસરનું દબાણ હોવું જરૂરી છે જે સામાન્ય રીતે ૧૦-૨૧ mmHg જેટલું હોય છે. “ઝામર” માં આ દબાણ વધી જાય છે જે સરવાળે આંખની નસને નુકસાન કરે છે.
ઝામરમાં આંખની નસનું “કપ-ડીસ્ક પ્રમાણઃ Cup-Disc Ratio” વધી જાય છે. સામાન્ય રીતે આ પ્રમાણ ૦.૩-૦.૪ સુધીનું હોય છે.
આપણું દ્ર્ષ્ટિ-ક્ષેત્ર “કાલ્પનિક પર્વતશિખર” જેવું હોય છે, જેમ પર્વત તેના મધ્યભાગેથી સૌથી ઊંચો તથા ધારદાર હોય છે, તે જ રીતે દ્ર્ષ્ટિ-ક્ષેત્ર પણ દ્રષ્ટિ પણ વચ્ચેના ભાગમાં સૌથી વધુ તથા ધારદાર હોય છે. આસપાસના વિસ્તારની દ્ર્ષ્ટિ પણ પર્વતની જેમ છીછરી થતી જાય છે.
કદાચ જો તમને આ વાત સમજવામાં તકલીફ પડતી હોય તો તમે માત્ર એટલું સમજી લો કે ઝામરમાં તમારું દ્ર્ષ્ટિ-ક્ષેત્ર ધીરેધીરે નાનું થતું જાય છે.
ઝામરના મુખ્યત્વે બે પ્રકાર છે.
આંખની રચનાને અનુલક્ષીને પણ ઝામરના અન્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે.
બંને પ્રકારના ઝામરની પ્રાથમિક સારવાર જુદી છે અને તેથી જ બંને વચ્ચેનો ફરક પારખવો જરુરી છે. ગુરુકોણિક ઝામર (Open Angle Glaucoma) માટે ઝામર-વિરોધી ટીપાંઓ શરુ કરવામાં આવે છે જ્યારે લઘુકોણિક ઝામર (Close Angle Glaucoma) માટે શરૂઆતમાં લેસર વડે એક છીદ્ર બનાવવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી જણાય તો ઝામર-વિરોધી દવાઓ શરુ કરવામાં આવે છે.
કોઈ પણ પ્રકારના ઝામરમાં જો તે ટીપાંઓ વડે કાબૂમાં ન આવે તો તેની શસ્ત્રક્રિયા કરવી જરૂરી બની જાય છે.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
Considering treatment? Read about Glaucoma Treatment at Sadbhaav or book a consultation.
Where healthy eyes and confident smiles come together.
Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.
Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.
Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.
Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.