ડાયાબિટીસ અને આંખ (Diabetes & Eye) - illustration 1

ડાયાબિટીસ અને આંખ (Diabetes & Eye)

Read in English

ડાયાબિટીસ અને આંખ ઉપર થતી તેની અસરો

ડાયાબિટીસમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને તેથી શરીરના તમામ ભાગો નાની મોટી બિમારીનો ભોગ બને છે. ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે જો કાળજી ન લેવાય તો આંખના જુદા જુદા ભાગો નબળા પડે છે.

ચશ્માનાં નંબરમાં ફેરફાર થવો (Changes in Eye Power)

ડાયાબિટીસમાં સુગરના વધારાની સાથે ચશ્માના માયનસ નંબર (Myopic shift)માં વધારો થઇ શકે છે તથા સુગરના ઘટાડાની સાથે પ્લસ નંબરમાં વધારો થઈ શકે છે. (Hyperopic Shift)

ડાયાબિટીસ અને આંખ (Diabetes & Eye) - ચશ્માનાં નંબરમાં ફેરફાર થવો (Changes in Eye Power)

કાળી કીકીનો ચેપ (Corneal Infection)

ડાયાબિટીસ હોય તો કોર્નીયાના ઘા પર રૂઝ આવતા ઘણા દિવસો લાગે છે. આ દરમિયાન એ ભાગ પર જંતુઓનો હુમલો થવાથી રસીવાળું ફૂલું થાય છે. તેની સારવાર માટે જંતુનાશક દવાઓ તથા ટીપાઓ અપાય છે. પરંતુ ડાયાબિટીસના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ રસી (Corneal Ulcer)ને સુકવવામાં ઘણી તકલીફ પડે છે.

કૃષ્ણપટલ (Iris) નો સોજોઃ

આંખ પર પ્રકાશ પડવાને કારણે નાની-મોટી થતી પ્યુપીલ (Pupil) પાસે સુક્ષ્મનળીઓ બને છે (Rebeosis Iridis) જે તૂટવાથી આંખના આગળના ભાગમાં રક્તસ્ત્રાવ (Haemorrhage) થાય છે.

ડાયાબિટીસ અને આંખ (Diabetes & Eye) - કૃષ્ણપટલ (Iris) નો સોજોઃ

મોતિયો (Cataract):

ડાયાબિટીસ હોય તેને મોતિયો નાની ઉંમરે આવે છે તેમજ તે ઝડપથી પાકે છે. આ ડાયાબિટીસને કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ બાબત બેદરકારી રાખવામાં આવે તો ઓપરેશન બાદ તકલીફો થવાથી નજર ગુમાવવી પડે છે.

ડાયાબિટીસ અને આંખ (Diabetes & Eye) - મોતિયો (Cataract):

ડાયાબિટીસની આંખના પડદા પર અસર (Diabetic Retinopathy)

અંધત્વ માટેના મહત્વના કારણોમાં ડાયાબિટીસથી પડદાની થતી ખરાબી છે. પરંતુ ડાયાબિટીસની શરૂઆત બાદ ૧૫ થી ૨૫ વરસ પછી પડદાની તકલીફ થતી હોવાથી મોટાભાગના દર્દીઓ આ બાબતે બેદરકાર રહે છે. લાંબાગાળે ૮૫% જેટલા દર્દીઓના પડદામાં Retinopathyની અસર થાય છે.

સાવચેતીઓઃ

  • ડાયાબિટીસની નિયમિત તપાસ તથા સારવાર લેવી જેથી ડાયાબિટીસ કાબુમાં રહે.
  • આંખના પડદાની નિયમિત તપાસ તથા સારવાર (દર વર્ષે એકવાર)
  • બ્લડપ્રેસરનાં દર્દીઓ કિડની નબળી હોય, કોલેસ્ટ્રોલ વધુ હોય તથા સગર્ભા સ્ત્રીઓની વિશેષ તપાસ કરવી જરૂરી છે.
  • તમાકુ, સીગારેટ, દારૂ ન લેવા.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Considering treatment? Read about Diabetic Retinopathy Treatment at Sadbhaav or book a consultation.

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — among a small number of AIIMS-trained ophthalmologists practicing in Gujarat. Read full credentials & experience or view his 28 publications on ResearchGate.

📚 Also the author of high-yield ophthalmology exam-prep books used by residents and PG aspirants.

Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.

Vast Experience

Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.

Bilingual, Patient-Friendly Team

Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.