આંખ વિશેની કેટલીક ઉક્તિઓ

મોતિયા વિષે

  • મોતિયો જેટલો ઓછો પાકો,દર્દી એટલો જલ્દી થાય સાજો.

    નથી કહેતો કે કરાવો એને કાચો,પણ ડૉક્ટર કહે પછી કરાવી નાખો.


  • મોતિયો કંઈ નથી ફળ, કે રાહ જોઈએ પુરા પાકવાની,

    વધુ રાહ જોતા રહે છે ડર, જોખમ ના લો એના ફાટવાની.


  • મોતિયાનું ઓપરેશન થાય છે એક જ વાર, સસ્તાના લોભમાં પડતા પહેલા કરો હજાર વિચાર,

    હવે જરૂરિયાત પ્રમાણે મુકાય છે મણિ, નહિ તો થઇ શકે છે મુશ્કેલી ઘણી.


  • મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે?

    મોતિયાના ઓપરેશન કરતા મોંઘા, ચશ્મા બનાવાય છે.

    આંખની અંદર મુકવાનો મણી, સસ્તો પસંદ કરાય છે.

    ને લોકોને દેખાતા ચશ્મા, મોંઘા ભાવના લેવાય છે.

    ડોક્ટર્સની ઓછી ફી પણ બહુજ મોંઘી કહેવાય છે,

    ને થિયેટર ને શોપિંગ મૉલ્સ માં હજારો ઉડાવાય છે.

    ડોક્ટર્સ ને ઘણી વખત લોભિયા ને લૂંટારા કહેવાય છે,

    ને અનેક ધુતારા પાસે લાખો, આસાનીથી ઉડાવાય છે.


  • મોતિયા ના દરેક દર્દીને, અમુક વર્ષે આવે છારી,

    લેસર વડે પછી એમાં,કરવી પડે નાની બારી


  • મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું?

    • ચશ્માં સાથે દૂરનો પદાર્થ જો લાગે તમને ઝાંખો,

      સમય થયો છે હવે કે ઓપરેશન કરાવી નાંખો.

    • રાત્રે જોવામાં તકલીફ થાય ને પ્રકાશ જાય ફેલાઈ,

      હવે કરશો ના બહુ મોડું, મોતિયો જાય ના રેલાઈ.

    • મોતિયાનું ઓપરેશન હવે, કોઈ પણ ઋતુ માં કરાવાય,

      ઠંડી, ગરમી કે વરસાદ, મોતિયો ગમે ત્યારે ઉતરાવાય.


વેલ વિષે

  • વેલ ઉતરાવો જેટલી મોડી,

    કિકી પર નિશાન એ જાય છોડી.


  • જોખમ ઓછું કરવું હોય વેલનું ફરી થવાનું,

    તો કરવો ઓપરેશન ચામડી નવી મુકવાનું.


  • વેલ વધે રોજ થોડી થોડી, તકલીફ કરે એટલે એ મોડી,

    જો થાય એ લાલ વારંવાર, ઓપરેશન કરવાનો કરજો વિચાર,

    ઉતરાવશો તમે એ જેટલી મોડી, કિકી પર નિશાન એ જાય છોડી.


ઝામર વિષે

  • ઝામરના સરેરાશ દર્દીને, દૂરનું ચોખ્ખું જ છે દેખાય,

    તકલીફ કશી નથી મને, એમ બેસી ના રહેવાય.

    ડાયાબિટીસ બીપી ની જેમ, ઝામર ધીમી છે બીમારી,

    આ બધા રહેશે સાથે, છેલ્લા શ્વાસ સુધી તમારી.


  • જો હોય તમને ઝામર, તો ટીપાં નાખજો રોજ,

    નજર જવાનું રહેશે જોખમ, સહન નહીં થાય એ બોજ.


  • ઝામરમાં છે વધે, આંખનું એક દબાણ,

    આંખની નસ છે સુકાય, ઘટે ચેતાઓનું પ્રમાણ.


  • ઝામરને સ્વિકારવામાં રાખો ન કોઇ શરમ,

    દવા રાખો રોજ, જાળવો એક જ ધરમ.


લાલ આંખો વિષે

  • લાલ આંખોના હોય છે અનેક પ્રકાર, કરો ના એની સારવાર જાતે,

    પોતાના જ પગ પર થશે પ્રહાર, કહું છું તમને એટલા માટે.


ચશ્માંના નંબર વિષે

  • ચશ્માંના નંબરના પ્રકાર ઘણા,

    પ્લસ માઇનસ ને ત્રાંસા તણા,


    માઇનસ અહીંતહીં જોવા મળે,

    પ્લસ ત્રાંસા ને શોધવા પડે.


    ક્યારેક મળે સૌ ભેગા,

    ને ક્યારેક તે છુટા પડે,


    ગમે તેવા તમને મળે,

    પણ ચશ્મા તો પહેરવા પડે.


  • માઇનસ એટલે દૂરના ને નજીકના હોય છે પ્લસ,

    એવું હંમેશ હોતું નથી, તું એમ માનવાથી બચ.


  • ઝડપથી વધે જો માઈનસ નંબર,

    રાખજો તમે આ ખબર,

    ઝડપ અટકાવવા આવ્યું છે 0.01% એટ્રોપીન,

    હોય એ કાઇટ્રો, કે માયએટ્રો, કે પછી માયોપિન.

કમ્પ્યુટર-ડિજિટલ વિઝન સિન્ડ્રોમ


  • જો રહે આખો દિવસ, કમ્પયુટર પર કામ,

    બે-ચાર વાત સાંભળી લેજો, હું કહું છું આમ.


    સ્ક્રીનથી બે ફૂટ નું, રાખજો તમે સૌ અંતર,

    બ્લુ કિરણો ને અટકાવજો, જતા આંખની અંદર.


    કલાકે લઇ લેજો બ્રેક, મિનિટનો તમે પાંચ,

    આંખને આરામ આપજો, આવશે ઓછી આંચ.


    વચ્ચે જુઓ વસ્તુ એવી, મળે જે સૌથી દૂર,

    જાળવવામાં થશે મદદ, તમારી આંખોનું નૂર.


    યાદ રાખીને સૌ તમે, આંખને પલકારી લેજો,

    દર બે કલાકે તમે, એક ગ્લાસ પાણી પીજો.


    ખાવામાં વધારી દેજો, અળશી અખરોટ બદામ,

    લાંબા સમય સુધી તમને, આંખો આપશે કામ.



ડોક્ટર અને દર્દી

  • ડોક્ટરોની ફી સરેરાશ, થિયેટર ટિકિટ થી સસ્તી,

    તોયે ઘણા ને પડે વધારે, એવી છે આપણી વસ્તી.

    એક કરે છે તમને ખુશ, બીજો કરે દૂર દુઃખ,

    ફી એની છે રોજીરોટી, છીનવો ના એનું તમે સુખ.


    • આ તમામ ઉક્તિઓ મારા દ્વારા રચાયેલી છે અને તે માત્ર અને માત્ર આંખ અને તેના રોગોની જાગૃતિ માટે જ છે. તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

      - compiled & published by Dr Dhaval Patel MD AIIMS


Dedicated for your Smile till your Eyes Shine

We put the smile on your face and the sparkle in your eyes..

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many Eye Camps in Africa and Does visit yearly for the same.