Ophthalmologist, Optometrist & Optician - illustration 1

Ophthalmologist, Optometrist & Optician

ઓપ્થેલ્મોલોજિસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને ઓપ્ટીશિયન (Ophthalmologist, Optometrist & Optician)

તેઓ આંખોની સંભાળ સાથે સંકળાયેલ છે

ઓપ્થેલ્મોલોજિસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને ઓપ્ટીશિયન – આ ત્રણેય આંખોની સંભાળ સાથે સંકળાયેલ છે પરંતુ તેમની વચ્ચેનો તફાવત સમજવો જરુરી છે.

ઓપ્થેલ્મોલોજિસ્ટ (Ophthalmologist)

Ophthalmologist, Optometrist & Optician - ઓપ્થેલ્મોલોજિસ્ટ (Ophthalmologist)

ઓપ્થેલ્મોલોજિસ્ટ એ મેડીકલ ડોક્ટર છે જેમણે MBBS પછી આંખોની સારવાર માટેની સ્પેશિયલ પદવી મેળવેલ છે. ઓપ્થેલ્મોલોજિસ્ટ ની પદવીઓ મહદંશે MD, MS, DOMS તથા DNB હોય છે.

  • ઓપ્થેલ્મોલોજિસ્ટની MD (Doctor of Medicine) પદવી સમગ્ર INDIA માં માત્ર AIIMS ની સંસ્થા દ્વારા જ અપાય છે. આ ૩ વર્ષનો અભ્યાસક્રમ છે.
  • MS (Master of Surgery) તમામ મેડીકલ કોલેજો દ્વારા ૩ વર્ષનો કોર્ષ કરનાર તબીબો ને અપાય છે.
  • DOMS (Diploma in Ophthalmic Medicine & Surgery) 2 વર્ષનો કોર્ષ કરનાર તબીબો ને અપાય છે.
  • DNB (Diplomat of National Board of Examination) પ્રાઈવેટ હોઇસ્પટલો દ્વારા ૩ વર્ષનો કોર્ષ કરનાર તબીબો ને અપાય છે.
  • ઓપ્થેલ્મોલોજિસ્ટ એ આંખના તમામ પ્રકારના રોગોની સારવાર તથા શસ્ત્રક્રીયા કરવા નિપુણ હોય છે તથા શરીરના અન્ય રોગો અને તેની આંખ ઉપર થતી અસરોની સારવાર કરી શકે છે.

ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist)

Ophthalmologist, Optometrist & Optician - ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist)
  • ઓપ્ટોમેટ્રીસ્ટ એ આંખોની દ્રષ્ટિ સંબધિત સેવાઓ સાથે સંકળાયેલ પદવી છે. તેમની પદવીઓ B.Sc,B.Optom, M.Sc,M.Optom તથા D.Optom જેવી હોય છે.
  • B.Sc – B.Optom એ ૪ વર્ષનો, M.Sc –M.Optom એ બેચલર ડીગ્રી પછી ૨ વર્ષનો તથા D.Optom એ ૨ વર્ષનો કોર્સ હોય છે. આ સિવાય ૧ વર્ષના Cerificate Courses પણ થાય છે.
  • ઓપ્ટોમેટ્રીસ્ટ એ આંખોની પ્રાથમિક તપાસ, ચશ્માના નંબર, કોન્ટેક્ટ લેન્સ, આંખોની કસરત વગેરે કરાવવા નિપુણ હોય છે.

ઓપ્ટીશિયન (Optician)

Ophthalmologist, Optometrist & Optician - ઓપ્ટીશિયન (Optician)
  • ઓપ્ટીશિયન એ ટેક્નિશીયન છે જે ચશ્માના કાચ, ચશ્માની ફ્રેમ, કોન્ટેક્ટ લેન્સ તથા અન્ય ઓપ્ટિકલ સાધનો સાથે સંકળાયેલ છે.
  • ઓપ્ટીશિયન તમારા ચશ્માના નંબરને સમજીને તમને અનુકૂળ કાચ, ફ્રેમ તૈયાર કરી આપે છે. તેઓ તમારા કાચની બદલી, ફ્રેમનું રીપેરીંગ વગેરે સાથે પણ સંકળાયેલ હોય છે.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — among a small number of AIIMS-trained ophthalmologists practicing in Gujarat. Read full credentials & experience or view his 28 publications on ResearchGate.

📚 Also the author of high-yield ophthalmology exam-prep books used by residents and PG aspirants.

Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.

Vast Experience

Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.

Bilingual, Patient-Friendly Team

Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.