વેલ (Pterygium)

વેલ (Pterygium)

વેલ (Pterygium) શું છે?

  • વેલ ને અંગ્રેજીમાં “Pterygium” કહેવામાં આવે છે તથા હિન્દીમાં “नखुना” કહેવામાં આવે છે. વેલ એ ત્રિકોણ આકારની આંખની સફેદ ચામડીનો આંખની કોર્નિયા ઉપર થતી વૃધ્ધિ છે.
  • “વેલ” નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણકે જેમ વેલને કાપ્યા બાદ પણ એની વૃધ્ધિ થઈ શકે છે. એ જ કારણથી એને હિન્દીમાં “નખૂના” એટલેકે “નખ” કહેવાય છે કારણકે નખને કાપ્યા બાદ પણ એની વૃધ્ધિ થયા કરે છે.

વેલ કયા કારણથી થાય છે?

એવું માનવામાં આવે છે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ લાંબા સમય સુધી આંખના સંપર્કમાં આવવાથી વેલ થાય છે. આથી જ મહદંશે વેલ ઉષ્ણકટિબંધમાં રહેતા લોકોમાં જોવા મળે છે પરંતુ તે અન્ય લોકોમાં પણ જોઈ શકાય છે.

વેલના લક્ષણો કયા છે?

  • ઘણી વાર વેલના એવા કોઈ જ લક્ષણો હોતા નથી કે જેના માટે તમારે ત્વરિત સારવાર કરાવવી પડે.
  • અમુક સમયે વેલની ચામડી લાલ થઈ જાય છે અને તેમાં સોજો આવે છે.
  • જાડી ચામડીની વેલના કારણે ઘણા લોકોને કશુંક ખટકતા હોવાનો ભાસ થતો હોય છે.
  • બહુ વધારે મોટી વેલના કારણે ચશ્માના ત્રાંસા નંબર પણ આવી શકે છે અને દર્દીને ઝાંખુ પણ દેખાઈ શકે છે.

વેલની સારવાર શું છે?

વેલની સારવાર તેની માત્રા ઉપર, તેના કદ ઉપર તથા તેમાં કેટલી વાર સોજો આવે છે તેના ઉપર આધાર રાખે છે.

  • નાના કદની વેલઃ ૧-૨ મિમિ. કદની વેલ કે જેમાં બહુ વખત સોજો ન આવતો હોય તો મહદંશે તેમાં કોઇ સારવારની જરુર પડતી નથી. કયારેક સોજો આવે ત્યારે ડોક્ટરની સલાહથી Mild Steroids તથા Soothing/Lubricating Eyedrops લઈ શકાય છે.
  • મધ્યમ કદની વેલઃ ૨-૩ મિમિ. કદની વેલની સારવાર પણ ઉપર મુજબ છે. ચશ્માનાં નંબરની તપાસ જરુરી છે કારણકે આ કદની વેલના કારણે ત્રાંસા નંબર આવવાની સંભાવના રહે છે.
  • મોટા કદની વેલઃ ૩-૪ મિમિ કે વધારે કદની વેલ માટે શસ્ત્રક્રિયા (Surgery) જરુરી છે.

વેલની શસ્ત્રક્રિયા ક્યારે જરુરી છે?

  • મહદંશે શસ્ત્રક્રિયાનો નિર્ણય આંખના નિષ્ણાંત તબીબની સલાહ ઉપર આધાર રાખે છે. દરેક તબીબનું મંત્વય અલગ-અલગ હોઈ શકે છે.
  • જયારે મોટા કદની વેલ તમારી કોર્નિયાના મધ્યભાગ સુધી આવી ગઈ હોય
  • જયારે દર્દીને બહું ખૂંચવાની તકલીફ હોય.
  • જ્યારે વેલમાં બહું વધારે લાલાશ કે સોજા આવતા હોય.
  • જયારે વેલના કારણે બહુ વધારે ચશ્માના નંબર આવી ગયા હોય.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Considering treatment? Read about Pterygium Treatment at Sadbhaav or book a consultation.

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — first AIIMS-trained ophthalmologist practicing in Ahmedabad. Read full credentials & experience or view his 28 publications on ResearchGate.

Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.